જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ.
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી
આપણી સમજ છે પણ હકીકતમાં તો ખુશી
માટે ઘણું બધું જતું કરવું પડે છે.
દર્દ સિવાય જિંદગી અધુરી છે.
તો પણ જીવવું જરૂરી છે.
ના કરજો અફસોસ તમારી જિંદગી પર,
કેમ કે, તમારી જિંદગી વિના કોઈક ની
જિંદગી અધુરી છે.
ખુશીઓ માટે સાધન ની નહી
સંતોષ ની જરૂર હોય છે
સંબંધ ગમે તેટલો મજબૂત હોય
સમય તેને એકવાર હચમચાવવાની
કોશીષ અવશ્ય કરે છે ..!!
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે,
ત્યારે યાદ રાખો કે વિમાનને,
ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે,
નહીં કે પવન સાથે.
જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,
કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે.
કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો !!